Friday 26 February 2021

ઈ-ગ્રામ પરથી FIRની કોપી મેળવવા માટે રૂ.20 ચૂકવવા પડશે | You will have to pay Rs.20 to get a copy of FIR from e-Gram

 

ગુજરાતમાં હવેથી પોલીસ સ્ટેશને નોંધાતા ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ (FIR)ની એક કોપી મેળવવા રૂ.20નો ચાર્જ ચૂકવવો પડશે. FIRની નકલ ઉપરાંત 8 સેવાઓને 'ડિજિટલ સેવા સેતુ' હેઠળ આવરી લેવાઈ છે. ઈ-ગ્રામ કેન્દ્રો ઉપરથી તેનો લાભ મેળવનાર પાસેથી રૂ.20નો ચાર્જ લેવા આદેશો બહાર પડાયા છે. સામાન્ય રીતે પોલીસ સેવાઓમાં સત્તાવાર રીતે FIRની નકલ સહિતની સેવાઓ માટે કોઈપણ ચાર્જ વસૂલાતો ન હતો. રૂ.20માંથી રૂ.16 ગ્રામ કમ્પ્યુટર સાહસિક (VCE) અને રૂ.4 ગ્રામ પંચાયતને મળશે.

8 સેવાઓમાં સામેલ છે : 

  1. ઈ–અરજી
  2. ડ્રાઈવરની નોંધણી
  3. ભાડુઆતની નોંધણી
  4. પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ
  5. ઘરઘાટીની નોંધણી
  6. સિનિયર સિટિઝનની નોંધણી
  7. NOC સર્ટિ. ની નોંધણી
  8. FIRની નકલ